મોરબી ખાતે આવેલ ગાંધી ચોકમાં જાહેરમાં જુગાર રમતા બે ઈશમો ઝડપાયા
copy image

મોરબી ખાતે આવેલ ગાંધી ચોકમાં જાહેરમાં રૂપિયાની હાર જીતનો જુગાર રમતા બે ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન મોરબી સિવિલ હોસ્પિટલ ગેટ નજીક ગાંધીચોકમાં રેડ કરવામાં આવેલ હતી જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન જુગાર રમતા બે ઈશમોને ઝડપી પાડવામાં આવેલ હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથીઓ રોકડ સહિતનો તમામ મુદ્દામાલ હસ્તગત કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.