હળવદ પંથકમાં રેડ કરી ત્રણ ડમ્પર અને રેતી સહીત ૫૦ લાખનો મુદામાલ કબ્જે
મોરબીમાં ખનીજ ચોરીની વ્યાપક ફરિયાદ ઉઠતાં ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે સૂત્રો જણાવી રહયા છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન હળવદ પંથકમાં રેડ કરી ત્રણ ડમ્પર અને રેતી સહીત ૫૦ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે જાણવા મળી રહ્યું છે કે મોરબી પંથકમાં રેડ કરવામાં આવેલ હતી જેમાં સાદી રેતી ખનીજનું ગેરકાયદેસર વાહન કરનાર ત્રણ ડમ્પર કબ્જે કરવામાં આવેલ છે.હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન કુલ ૫૦ લાખનો મુદામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.