ભુજ શહેરમાં થયેલ ટુ-વ્હીલર પ્લેજર મોપેડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી ભુજ શહેર એ ડિવિઝન પોલીસ
મે. પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોડર્ર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબનાઓએ પશ્ચિમ-કચ્છ જીલ્લામાં મિલ્કત સંબંધી બનતા ગુના અટકાવવા સારૂ આપેલ સુચના સંદર્ભે આર.ડી.જાડેજા સાહેબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભુજ વિભાગ-ભુજ નાઓએ સુચના આપેલ,
જે અન્વયે પોલીસ ઇન્સપેક્ટરશ્રી એ.જી.પરમાર સાહેબ ભુજ સીટી એ ડીવી પો.સ્ટે.નાઓએ મિલ્કત સબંધી બનતા ગુનાઓ ડીટેકટ કરવા સુચના આપેલ જે અનુસંધાને ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં- ૦૯૭૯/૨૦૨૪ ભારતીય ન્યાય સહિતા કલમ-૩૦૩(૨) મુજબનો ગુનો આજરોજ તા.૦૫/૧૨/૨૦૨૪ ના કલાક- ૧૩/૦૦ વાગ્યે જાહેર થયેલ જે ગુનાનો ભેદ ઉકેલવા સારૂ પોલીસ ઇન્સપેકટરશ્રી એ.જી.પરમાર સાહેબનાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોસીંસ તથા નેત્રમ કમાન્ડ કંટ્રોલ હેઠળ લાગેલ સી.સી.ટી.વી કેમેરા તથા પ્રાઇવેટ કેમેરાના ઉપયોગથી સદર ગુનાનુ ડીટેકશન કરવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફને મળેલ ખાનગી રાહે બાતમી હકીકત આધારે ચોરીમાં ગયેલ સફેદ કલરની હોન્ડા કંપનીની પ્લેજર મોપેડ જેના રજી.નં.GJ-12-CB-3030 વાળી સાથે ચોરી કરેલ ઇસમને પકડી પાડેલ અને ચોરીમા ગયેલ હોન્ડા કંપનીની પ્લેજર મોપેડ રીકવર કરી મજકુર ઇસમ વિરૂધ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી:-
(૧) અતુલ ભુપતભાઇ ચૌહાણ ઊ.વ.૨૧ રહે-હાલ-સુરલભટ્ટ રેલ્વે ફાટક પાસે ભુજ મુળ રહે-ધમલપર બેડીપારા-રાજકોટ..
રિકવર કરેલ મુદામાલ:-
(૧) હોન્ડા કંપનીની પ્લેઝર મોપેડ જેના રજી નં-GJ-12-CB-3030 જેની કિ.રૂ.૨૦,૦૦૦/-
ઉપરોકત કામગીરી કરનાર :-
આમ ઉપરોકત કામગીરીમાં પોલીસ ઇન્સપેકટરશ્રી એ.જી.પરમાર સાહેબ નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ.ડી.જે.ઠાકોર તથા સર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ.મહીપાલસિંહ એન.જાડેજા તથા રાજુભા એસ.જાડેજા તથા ભાવેશભાઇ ચૌધરી તથા પો.કોન્સ. જીવરાજ વી.ગઢવી તથા લાખાભાઇ એન.બાંભવાનાઓ જોડાયેલા હતા.