ચેક પરત ફરવાના કેસમાં નાડાપાના આરોપીને કેદની સજા મળતા જિલ્લા અદાલત સમક્ષ અપીલ : કેદ-વળતરનો ચૂકાદો જિલ્લા કોર્ટમાં પણ માન્ય
ચેક પરત ફરવાના કેસમાં નાડાપાના આરોપી શખ્સને એક વર્ષની કેદ તેમજ પાંચ લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવા અંગે કોર્ટે આદેશ જાહેર કરેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજના માધાપર ગામના ભરત દાના રૂડાણી દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. જે કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની કેદ તેમજ પાંચ લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવા હૂકુમ જાહેર કર્યો હતો. જેમાં ચીફ કોર્ટએ આપેલા સજા-વળતરના આદેશને અપીલનાં સ્વરૂપમાં જિલ્લા અદાલત સમક્ષ પડકારાયો હતો. સૂત્રો વધુમાં જણાવી રહ્યા છે કે આ અપીલ નામંજુર કરીને ન્યાયાધીશએ કોર્ટનો ચૂકાદો માન્ય રાખતો આદેશ કર્યો હતો.