મુન્દ્રામાં એક કંપનીમાં કન્વેયર બેલ્ટમાં ફસાઈ જતાં યુવાને જીવ ગુમાવ્યો

copy image

copy image

મુંદ્રા ખાતે આવેલ વડાલામાં આવેલ નીલકંઠ કંપનીમાં કન્વેયર બેલ્ટમાં ફસાઈ જવાના કારણે યુવાને જીવ ખોવાનો વારો આવ્યો છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ વડાલામાં આવેલ નીલકંઠ કંપનીમાં ગત તા. 4ના બપોરના સમયે બન્યો હતો. જાણવા મળી રહ્યું છે કે હતભાગી યુવાન કન્વેયર બેલ્ટમાં સફાઈ કરી રહ્યો હતો તે દરમ્યાન ડાબો હાથ બેલ્ટમાં આવી જતાં કપાઈ ગયો હતો. આ યુવાનને સારવાર અર્થે તુરંત હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.