ભુજ તાલુકાના માધાપરમાં ખુલ્લા મકાનમાંથી રોકડ રકમની તસ્કરી
સૂત્રો જણાવી રહ્યા છે કે ભુજ તાલુકાના માધાપરમાં ખુલ્લા મકાનમાંથી રોકડની તસ્કરી થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ ચોરીનો આ બનાવ ગત તા. 3ના સવારના અરસામાં બન્યો હતો.આ બનાવ અંગેના ફરિયાદી વિજયભાઈ નારણભાઈ મરંડના રહેણાક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીનું મકાન ખુલ્લુ હતું તે સમયે કોઈ આજાણ્યા આરોપી શખ્સ ઘરમાં ઘૂસીને કબાટમાં રાખેલા રોકડા રૂા. 8000 સેરવી લઈ ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.