ભચાઉમાંથી દેશી બંદૂક સાથે શખ્સ ઝડપાયો
ભચાઉમાંથી દેશી બંદૂક સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉમાં આવેલ ભઠ્ઠા વિસ્તારના સીમવિસ્તારમાં પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી. જાણવા મળી રહ્યું છે કે હિમતપુરા વિસ્તારનો સોએબઅલી કાસમ ભટી નામનો શખ્સ કોથળામાં દેશી બંદૂક લઇને ફરતો હતો ત્યારે અચાનક આવેલી પોલીસે અહીથી પકડાયેલા આ શખ્સ પાસેથી 48 ઇંચની કિંમત રૂા. 5000ની દેશી બંદૂક પોલીસે કબ્જે કરી હતી. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ આરંભી છે.