ભુજ ખાતે આવેલ લોરિયા ગામ નજીક ભરેલ ટેન્કર પલટી જતાં લોકોના જીવ તાળવે ચોટયા : સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં
ભુજ ખાતે આવેલ લોરિયા ગામ નજીક હાઈડ્રો ક્લોરિડ એસિડ ભરેલ ટેન્કર પલટી જતાં ભયના માહોલ સાથે ભારે ધોડદામ મચી જવા પામી હતી. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ અંગે સૂત્રો જણાવી રહ્યા છે કે, ખાવડા સ્થિત સોલારિસ કંપનીમાંથી એસિડ ભરીને નીકળેલું આ ટેન્કર લોરિયા નજીક ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં પલટી નારી ગયું હતું. પલટતાની સાથે જ એસિડ લીક થવા માડયું હતું. જાણવા મળી રહ્યું છે કે આ ગંભીર ઘટનાના પગલે તાબડતોબ હરકતમાં આવેલા કંપનીના અધિકારીઓ ઉપરાંત ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સદનસીબે આ બનાવમાં આગ જેવી કોઈ સ્થિતિ વર્તાઈ ન હતી.