તરુણીના ફોટા વાયરલ કરવાની ધમકી આપી શારીરિક શોષણ કરનાર 10 વર્ષ માટે જેલના હવાલે

copy image

copy image

સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, તરુણીના ફોટા વાયરલ કરવાની ધમકી આપી શારીરિક શોષણ કરવાના ત્રણ વર્ષ જૂના ચકચારી પ્રકરનમાં આરોપી શખ્સને 10 વર્ષની કેદની સજા તથા રૂા. ચાર લાખનો દંડ ફટકારવામાં આવેલ છે. આ કેસની વિગતો અંગે પ્રાપ્ત માહિતી મુજબ ગત વર્ષ 2021માં આચરાયેલા ગુનામાં અબડાસાના બિટ્ટા ગામમાં રહેતા આરોપીએ તરુણીને ધાકધમકી કરી  મોબાઈલ ફોન આપ્યો હતો. બાદમાં સંબંધ રાખવા તેને મજબૂર કરી હતી અને કોઈને જાણ ન કરવા ધમકાવી હતી. આરોપીએ ભોગ બનનારને જબરદસ્તી પોતાના કાકાના ઘરે બોલાવી બિભત્સ ફોટા પાડયા બાદ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપેલ હતી. ઉપરાંત કોઈને જાણ કરી તો તેના માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ કેસમાં કોર્ટે તમામ પુરાવાઓ અને દલીલો સાંભળ્યા બાદ આરોપી શખ્સને કસૂરવાર ઠેરવી પોક્સો સહિતની જુદી-જુદી કલમ હેઠળ 10 વર્ષની કેદ અને ભોગ બનનારને વળતર પેટે રૂા. ચાર લાખ ચૂકવવા હુકમ કર્યો હતો.