ગાંધીધામ શહેરમાં બે ઈશમોએ એક યુવાન પર કુહાડીથી હુમલો કરી દેતાં પોલીસ મથકે ફરિયાદ
સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, ગાંધીધામ શહેરમાં બે ઈશમોએ એક યુવાન પર કુહાડી દ્વારા હુમલો કરી દેતાં યુવાન ઘાયલ થયો હતો. આ મામલે વિપુલભાઈ દયાલભાઈ ભાગિયાણી દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 5/12ના રાત્રિના 8.30 વાગ્યાના અરસામાં ઈન્દિરાનગરમાં ફરિયાદી પોતાની થનાર પત્નીના વાયરલ થયેલ ફોટો અંગે આરોપીના ઘરે ગયેલ હતો. પૂછપરછ અને બોલાચાલીમાં મામલો બગાડતાં ઉશ્કેરાયેલા આરોપીએ કુહાડી વડે હુમલો કરી દીધો હતો જેમાં ઇજાઓ પહોંચતા ફરિયાદી ઘાયલ બન્યા હતા. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.