મુંદ્રા ખાતે આવેલ કપાયામાં 17 વર્ષીય કિશોરને વીજશોક લાગતાં મોત

copy image

copy image

મુંદ્રા ખાતે આવેલ કપાયામાં 17 વર્ષીય કિશોરને વીજશોક લાગતાં જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ મુંદ્રાના નાના કપાયાના મહેશ્વરીવાસમાં રહેતો નીરજ માવજી સોધમ નામનો કિશોર સવારે આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે પાણીની ઈલેક્ટ્રિક મોટર ચાલુ કરવા જતાં તેને વીજળીનો જોરદાર કરંટ લાગ્યો હતો.બાદમાં તત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. પરંતુ રસ્તામાં જ તેને  અંતિમ શ્વાશ લીધા હતા.