રાપર ખાતે આવેલ સાયમાં 30 વર્ષીય પરિણીતાનું ટાંકામાં પડી જવાથી મોત

dead-body-floor-60202053

copy image

copy image

રાપર ખાતે આવેલ સાયમાં 30 વર્ષીય પરિણીતા જયશ્રીબેન ભરતભાઈ કોળીને આંચકી આવતાં તે પાણીના ટાંકામાં ડૂબી જતાં તેમનું મોત નીપજયું હતું. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 6/12ના  12 વાગ્યાના સમયે રાપરના સાયમાં જયશ્રીબેન પોતાના ઘરે હતા તે દરમ્યાન તેમને  આંચકી આવતાં પાણીના ટાંકામાં પડી ગયેલ હતા. પાણીમાં ડૂબી જવાથી તેમનું મોત નીપજયું હતું. આ પરીણીતાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.