મુરૂ ગામમાં 48 વર્ષીય આધેડએ બીમારીથી કંટાડીને કર્યો આપઘાત
નખત્રાણા તાલુકામાં આવેલ મુરૂ ગામમાં 48 વર્ષીય આધેડએ બીમારીથી કંટાડીને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ત્યારે આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ નખત્રાણા તાલુકાના મુરૂ ગામે રહેતા 48 વર્ષીય વીરજી થાવર મહેશ્વરી લાંબા સમયથી બીમાર હતા. ત્યારે આ બીમારીથી કંટાડી ગત દિવસે બપોરના સમયે પોતાના ઘરે હાજર હતા તે સમયે તેમણે જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. બનાવની જાણ થતાં જ તેમને તુરંત સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી આદરી છે.