ચેક પરતના કેસમાં આરોપીને એક વર્ષની કેદ થતાં રૂા. નવ લાખ દંડ ભરવા કોર્ટનો હુકમ
ચેક પરતના કેસમાં આરોપીને એક વર્ષની કેદની સજા ફટકારવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ચૂકવણી પેટે રત્નાપર-મઉંના માનેશ્વર ટ્રેડર્સના માલિકએ આપેલો ચેક પરત ફરતાં એક વર્ષની સાદી કેદ તથા રૂા. નવ લાખ દંડ ભરવા અંગેનો હુકમ કોર્ટે જાહેર કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ભુજની પેઢી સિલ્વર એગ્રોટેક પાસેથી આરોપીએ જંતુનાશક દવા ખરીદી હતી, જેની કાયદેસરની લેણી રકમ રૂા. 6,31,193 ચડત થતાં ચૂકવણી પેટે ચેક આપવામાં આવેલ હતો. આ ચેક પરત ફરતા ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. જાણવા મળી રહ્યું છે કે આ કેસમાં કોર્ટે આરોપી શખ્સને કુસુરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદ તથા રૂા. નવ લાખ દંડ અને જો દંડ ન ભરે તો છ માસની વધુ કેદનો આદેશ જાહેર કર્યો છે.