નખત્રાણા ખાતે આવેલ લાખાડીમાં ગેરકાયદે માટીનાં ખોદકામ પર એલસીબી ત્રાટકી : વાહનો કરાયા કબ્જે
નખત્રાણા ખાતે આવેલ લાખાડી ગામની સીમ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ખોદકામ કરી સાદી માટી ચોરીને લઇ બે ડમ્પર, એક જેસીબી અને એક હિટાચી મશીન કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે કે, એલસીબીની ટીમ નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રાલિંગમાં હતી, તે દરમ્યાન લાખાડીની સીમમાં ગેરકાયદેસર રીતે સાદી માટી ઉપડવામાં આવી રહી હતી. હિટાચી મશીન અને જેસીબી વડે ખોદકામ થઈ રહ્યું હતું. ત્યારે અચાનક આવેલ એલસીબીની ટીમે આ અંગે ચાલકોને મંજૂરી કે આધાર પુરાવા માગતા તેઓ રજૂ કરી શક્યા ન હતા. પરીણામે વાહન ડિટેઇન કરી ખાણ-ખનિજ વિભાગને રિપોર્ટ કરી આગળની કાર્યવાહી અર્થે તમામ વાહનો નખત્રાણા પોલીસને સોંપવામાં આવેલ છે.