પવનચક્કીના કેબલ અને વાડીઓના બોરના કેબલોની ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી પાડતી નખત્રાણા પોલીસ
મહે. શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ કચ્છ(ભુજ) તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધીક્ષક પશ્ચિમ કચ્છ(ભુજ) તથા શ્રી બી.બી. ભગોરા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓએ પો.સ્ટે.માં દાખલ થયેલ પવનચક્કીઓમાં થતી કેબલની ચોરી અને વાડીમાં બોરના મોટર માંથી થતી કેબલ ચોરી અટકાવવા અને વણ-શોધાયેલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ હોઈ.
જે અનુસંધાને પો. ઇન્સ. શ્રી એ. એમ. મકવાણા સાહેબ નાઓના માર્ગદર્શન અને સુચના આધારે નખત્રાણા પો.સ્ટે.ના પોલીસ કર્મચારીઓ રસલિયા ઓ.પી. વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફ ના કર્મચારીઓ તથા રસલિયા ઓ.પી. ના પો.હેડ.કોન્સ. આનંદભાઇ ચૌધરી નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “એક ઇસમ પોતાની મો.સા. લઇને ચોરીનો કેબલ વેચવા માટે નેત્રા ગામ બાજુથી રવાપર બાજુ નીકળવાનો છે” જે બાતમી હકીકત આધારે વર્ક આઉટ કરી મો.સા. ચાલક રમજાન હુસેન જત પકડી પાડી બાદ તેની મો.સા.ની પાછળ બાંધેલ પ્લાસ્ટીકના કોથળામાં રહેલ કેબલના ટુકડા બાબતે પુછતા તે ગલ્લાં-તલ્લાં કરવા લાગેલ અને કોઇ સંતોષકારક જવાબ આપેલ નહિ કે આધાર પુરાવા કે બિલ રજુ કરેલ નહિં જેથી મજકૂર ઇસમને પોલીસ સ્ટેશન લાવી યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા તેણે પોતાના મિત્રો સાથે મળી પવનચક્કીઓના અલગ-અલગ લોકેશનો ઉપર અને નખત્રાણા તાલુકાના અલગ-અલગ ગામની અલગ-અલગ વાડીઓ માંથી બોરનો કેબલ ચોરી કર્યા હોવાની હકીકત જણાવતા હોઇ જેથી નીચે મુજબના નામ-ઠામ વાળા ઇસમોને અટક કરી ચોરીમાં વપરાયેલ મુદ્દામાલ અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ કબ્જે કરી વણ-શોધાયેલ કેબલ ચોરીનો ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી કરેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ સરનામા:-
(૧) રમધાન હુસેન જત ઉવ.૨૭ રહે. હાલે-ગૌતમ પટેલની વાડીએ નેત્રા તા.નખત્રાણા મુળ રહે.વિરાણી નાની
(૨) મામદ હુસેન જત ઉવ.૨૧ રહે. હાલે- રહે.આશાપર તા.લખપત મુળ રહે.વિરાણી નાની તા.લખપત
(૩) મુસા મિઠુ રાયમા ઉવ.૩૨ રહે.ઘડુલી તા.લખપત
(૪) મજીદ જાફર રાયમા ઉવ.૨૦ રહે.ભાડરા તા.લખપત
(૫) મજીદ મામદરહીમ જત ઉવ.૨૪ રહે.સધીરાવાંઢ તા.અબડાસા
પકડવાના બાકી આરોપીઓના નામ સરનામા
(૧) ગુલામ જુમા કુંભાર રહે. ઘડુલી તા.લખપત
(૨) કાસમ ઉર્ફે કાસ્યો લધા કુંભાર રહે.ઘડુલી તા.લખપત
(૩) કાદર પેના કુંભાર રહે.મુરુ તા.નખત્રાણા
(૪) ઓસમાણ હાસમ કુંભાર રહે.રવાપર તા.નખત્રાણા
(૫) ઝકરીયા જત રહે.બાઇવારી વાંઢ તા.અબડાસા
(૬) કાસમ હાસમ સંઘાર રહે.બાંડીયારા તા.નખત્રાણા
નખત્રાણા પો.સ્ટે.ના શોધી કાઢેલ ગુન્હાઓની વિગત:-
(૧) નખત્રાણા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૩૮/૨૦૨૪ બી.એન.એસ. કલમ-૩૦૩(૨) મુજબ (એલ.સી.બી. શાખાના એ.એસ.આઇ. વિકેશભાઇ રાઠવા તથા પો.કોન્સ. લાખાભાઇ રબારી દ્વારા મુદ્દામાલ ૧૦૦% રીકવરી થયેલ છે)
(૨) નખત્રાણા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૪૯/૨૦૨૪ બી.એન.એસ. કલમ-૩૦૩(૨) મુજબ
(૩) નખત્રાણા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૫૦/૨૦૨૪ બી.એન.એસ. કલમ-૩૦૩(૨) મુજબ
(૪) નખત્રાણા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૫૧/૨૦૨૪ બી.એન.એસ. કલમ-૩૦૩(૨) મુજબ
(૫) નખત્રાણા પો.સ્ટે. પબ્લિક એન.સી. નંબર-૦૧/૨૦૨૪ સ્થળ-નાની ભુંજાય સીમ વિસ્તાર
નરા પો.સ્ટે.ના શોધી કાઢેલ ગુન્હાઓની વિગત:-
(૧) નરા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૦૦૧૮/૨૦૨૪ બી.એન.એસ. કલમ-૩૦૩(૨) મુજબ
અન્ય કબુલાત આપેલ ચોરીઓની વિગત:-
A
(૧) રામપર (સર્વા) તા.નખત્રાણાની સીમમાં અંદાજે ત્રણેક મહીના પહેલા અદાણી કંપનીની પવનચક્કીમાંથી ચોરી કરેલ છે.
(૨) બાંડીયા તા.અબડાસા (નલિયા પો.સ્ટે.) ની સીમમાંથી અંદાજે બે મહીના પહેલા પવનચક્કીમાંથી ચોરી કરેલ છે.
(૩) ઐડા ગામ તા.અબડાસા (વાયોર) ની સીમમાંથી અંદાજે ત્રણેક મહીના પહેલા પવનચક્કીમાંથી ચોરી કરેલ છે.
કબ્જે કરેલ મુદ્દામાલ:-
(૧) છોલેલા કોપર કેબલના ફિંડલાઓ જે કિલ્લો- ૬૮ જેની કિં.રૂ. ૪૭,૬૦૦/- નો મુદ્દામાલ
(૨) બોરના મોટરનો ૦૬ એમ.એમ. નો પટ્ટી કેબલ જે ૮૦ જેની કિં.રુ.૨૦,૦૦૦/- તથા બોરના મોટરનો ૧૦ એમ.એમ.નો પટ્ટી કેબલ નંગ-૦૩ જે ૨૦ મીટર જેની કિં.રુ.૬,૦૦૦/- એમ કુલ્લે કિં.રુ.૨૬,૦૦૦/- નો મુદ્દામાલ
(૩) હીરો કંપનીની એચ.એફ. ડીલક્ષ મો.સા. જેના રજી નં- જી.જે. ૧૨ ઇ.પી ૫૫૨૬ જેની કિં.રુ.૨૦,૦૦૦/- નો મુદ્દામાલ
(૪) હીરો કંપનીની એચ.એફ. ડીલક્ષ મો.સા. જેના રજી નં- જીજે ૧૨ ડી.જે. ૭૭૩૮ જેની કિં.રુ.૨૦,૦૦૦/- નો મુદ્દામાલ
(૪) ગુના કામે વપરાયેલ મહિન્દ્રા કંપનીની બોલેરો પિકઅપ ગાડી જેના રજીસ્ટ્રેશન નં- જીજે ૦૧ બી.ટી. ૭૫૬૫ જેની કિં.રૂ ૨,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ
(૫) ગુના કામે વપરાયેલ લાકડાના હાથાવાળી લોખંડની કુહાડી તથા લોખંડની ખો (કોશ) તથા એક પકડ જેમની કિં.રુ. ૦૦/- ગણેલ તે એમ કુલ્લે કિં.રુ. ૩,૧૩,૬૦૦/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરેલ છે
નારાયણ સરોવર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૫૦/૨૦૨૪ બી.એન.એસ. કલમ- ૩૩૧(૪), ૩૦૫(એ) મુજબ ના ગુના કામે અટક કરવા પર બાકી આરોપી :-
(૧) રમધાન હુસેન જત ઉવ.૨૭ રહે. હાલે-ગૌતમ પટેલની વાડીએ નેત્રા તા.નખત્રાણા મુળ રહે.વિરાણી નાની
આરોપીનો ગુનાહીત ઇતીહાસ :-
(૧) રમધાન હુસેન જત ઉવ.૨૭ રહે. હાલે-ગૌતમ પટેલની વાડીએ નેત્રા તા.નખત્રાણા મુળ રહે.વિરાણી નાની દયાપર પો.સ્ટે. પાર્ટ એ ગુ.૨.નં. ૨૦/૨૦૨૨ ઈ.પી.કો કલમ-૩૭૯
દયાપર પો.સ્ટે. પાર્ટ એ ગુ.૨.નં. ૧૦૭/૨૦૨૨ ઈ.પી.કો કલમ-૩૭૯,૪૨૭,૪૬૧ દયાપર પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૮૫/૨૦૨૨ ઈ.પી.કો કલમ- ૩૭૯,૧૧૪,૪૧૧ દયાપર પો.સ્ટે. પાર્ટ એ ગુ.૨.નં. ૨૩૫/૨૦૨૨ ઈ.પી.કો કલમ-૩૭૯ દયાપર પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૯૫/૨૦૨૨ ઈ.પી.કો કલમ- ૩૭૯,૪૪૭ દયાપર પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧/૨૦૨૨ ઈ.પી.કો કલમ- ૩૭૯ દયાપર પો.સ્ટે. પાર્ટ એ ગુ.૨.નં. ૧૨૫૬/૨૦૨૩ ઈ.પી.કો કલમ– ૩૭૯,૪૬૧
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ. શ્રી એ.એમ.મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ યશવંતદાન ગઢવી તથા જયંતીભાઇ માજીરાણા તથા પો.હેડ.કોન્સ. આનંદભાઇ ચૌધરી તથા નિકુંજદાન ગઢવી ધનજીભાઇ આયર તથા પો.કોન્સ. મયંકભાઇ જોષી તથા મોહનભાઇ ગઢવી તથા રમેશભાઇ રબારી તથા નરેન્દ્રસિંહ સોઢા તથા એલ.સી.બી. શાખાના એ.એસ.આઇ. વિકેશભાઇ રાઠવા તથા પો.કોન્સ. લાખાભાઈ રબારી એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાઇ સફળ કામગીરી કરેલ