કુકમાના વીજ સબ સ્ટેશનમાંથી 33.50 લાખના કોપર વાયરોની તસ્કરી થતાં ફરિયાદ નોંધાઈ
ભુજ તાલુકાનાં કુકમાના વીજ સબ સ્ટેશનમાંથી 33,50,000ના વાયરોની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ચોરીના બનાવ અંગે હેમંતભાઇ ઘનશ્યામભાઇ પટેલ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર કંપનીના કોપર વાયર (અર્થ કેબલ)ના બે ડ્રમ કુલ 1340 મીટર જેની કિં. રૂા. 33,50,000 કુકમા ગેટકો વીજ સબ સ્ટેશનના ખુલ્લાં મેદાનમાં રાખવામા આવેલ હતા, જે ગત તા. 30/11થી તા. 5/12 દરમ્યાન ચોરી થઈ ગયેલ છે. આ વાયરની કોઈ અજાણ્યા ચોર ઈશમો ચોરી કરી ફરાર થઈ જતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.