ઝીકડીના આધેડનું માર્ગ અકસ્માતમાં મોત
ઝીકડીના આધેડનું માર્ગ અકસ્માતમાં મોત નીપજયું હોવાનો બનાવ પોલીસ ચોપડે ચડ્યો છે ત્યારે આ બનાવ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ઝીકડીના આધેડ કરમણભાઇ બાઇક લઈને નોકરી પૂર્ણ કર્યા બાદ ગત દિવસે સાંજના અરસામાં પરત ઘરે આવી રહ્યા હતા તે સમયે નાના વરનોરાથી મોટા વરનોરા વચ્ચે સામેથી આવતી ઇસુઝુ ગાડીના ચાલકે પૂરઝડપે-બેદરકારીથી ચલાવી આ આધેડની બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં ઘાયલ આધેડને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. પોલીસે ઈસુઝુ કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.