રાપર હત્યા કેસના  આરોપીના જામીન મંજૂર

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે રાપર હત્યા કેસના  આરોપીના જામીન મંજૂર થઈ ગયા છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ  રાપરમાં રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક જૂની અદાવતમાં મૃતકને આરોપી દ્વારા સરાજાહેર રહેંસી નાખવામાં આવેલ હતો, જેમાં પોલીસ દ્વારા દ્વારા છ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જાણવા મળી રહ્યું છે કે, તપાસનાં અંતે કોર્ટ સમક્ષ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. છ આરોપી પૈકીના એકની જામીન અરજી સેશન્સ કોર્ટ ભચાઉ સમક્ષ દાખલ કરવામાં આવેલ હતી.જેમાં બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે આ જામીન અરજી મંજૂર કરી આરોપીને જામીન મુક્ત કરવાનો હુકમ કર્યો હતો.