રતલામની હોસ્પિટલમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મ કેસ આવ્યો સપાટી પર

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે કે, રતલામની હોસ્પિટલમાં બાળકને જન્મ આપનાર સગીરા સાથે દુષ્કર્મ આચરાયું હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે. ત્યારે આ અંગે સૂત્રો જણાવી રહ્યા છે કે, રતલામની હોસ્પિટલમાં બાળકને જન્મ આપનાર સગીરા ફેબ્રુઆરીમાં તે પોતાના પરિવાર સાથે અંજાર વિસ્તારમાં રહેતી તે સમયે ઠેકેદારે તેની સાથે બળજબરી પૂર્વક વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો ઘટસ્ફોટ કરતાં અંજાર પોલીસે ઝીરો નંબરથી દાખલ કરવામાં આવેલ ફરિયાદમાં પોક્સો એક્ટ સહિતની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી દીધી છે.આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ, ભોગ બનનાર 16 વર્ષીય સગીરાએ રતલામ હોસ્પિટલમાં બાળકને જન્મ આપતાં આશ્ચર્યનો માહોલ સર્જાયો હતો. ત્યારે આ અંગે પૂછતાછ કરતાં  સગીરાએ તે પોતાના પરિવાર સાથે અંજાર વિસ્તારમાં રહેતી તેનો પરિવાર અહીં મજૂરી કામ કરતો હતો. તે સમયે ગત 2 ફેબ્રુઆરી 2024 થી 23 માર્ચ 2024 દરમ્યાન ત્યાં રહેતા આરોપી શખ્સે તેની મરજી વિરૂધ્ધ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાનો મામલો  સામે આવ્યો હતો. જેથી ઝીરો નંબરથી ફરિયાદ નોંધાવતાં અંજાર પોલીસે નોંધાવેલ ફરિયાદના આધારે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.