વાંકાનેરના જાંબુડિયા ગામમાંથી દેશી દારૂ-આથાનો જથ્થો ઝડપાયો

copy image

copy image

વાંકાનેર ખાતે આવેલ ભાયાતી જાંબુડિયા ગામમાંથી દેશી દારૂ- આથાનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ એલસીબીની  ટીમને ખાનગી  રાહે  બાતમી મળેલ હતી કે,  વાંકાનેર ખાતે આવેલ ભાયાતી જાંબુડિયા ગામના સીમ વિસ્તારમાં નદી કાંઠે દેશી દારૂ બનાવવાના આથા સાથે કોઈ શખ્સ હાજર છે. મળેલ  બાતમીના આધારે પોલીસે હકીકત વાળ સ્થળ પર રેઈડ કરી  દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો ૧૬૦૦ લીટર કીમત રૂ ૪૦ હજાર અને દેશી દારૂ જેવું કેફી પ્રવાહી લીટર ૨૦૦ કીમત રૂ ૪૦ હજાર મળીને કુલ રૂ ૮૦,૦૦૦ નો મુદામાલ કબ્જે કરી આરોપી શખ્સની અટક કરી હતી. પોલીસે તમામ મુદ્દામાલ હસ્તગત કરી આરોપીની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.