ભુજના સંજોગનગરમાં રહેતા મહિલા વ્યાજખોરના ચંગૂલમાં ફસાયા : તમામ રકમ પરત કરી દેવા છતાં મુદ્દામાલ પરત ન આપતા નોંધાઈ ફરિયાદ

copy image

copy image

ભુજના સંજોગનગરમાં રહેતા મહિલાએ તેની માતાની સારવાર માટે દાગીના અને વાહનો ગીરવે મૂકી વ્યાજ પર રૂપિયા 5.60 લાખ પરત આપી દેવા છતા પણ વ્યાજખોરે મુદ્દામાલ પરત ન આપતા આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજના સંજોગનગરમાં રહેતા ફરિયાદી નસીમબાનુ સુલેમાન ભજીર દ્વારા આ બનાવ અંગે ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે કનૈયાબે ગામના આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર આરોપીએ સામેથી મેસેજ કરી રૂપિયાની જરૂરીયાત હોય તો જણાવવા કહેલ હોવાથી ફરિયાદીની માતાની સારવાર કરાવવા આરોપી પાસે રૂપિયા 1 લાખ લીધા હતા.જેનો આરોપીએ દરરોજનો રૂપિયા 1500 વ્યાજ વસૂલ કર્યું હતું. બાદમાં વધુ નાણાની જરૂર હોતા ફરિયાદીએ પોતાના અને તેમની મિત્રના દાગીના ગીરવે રાખી આરોપી પાસેથી રૂપિયા ઉછીના લીધા હતા. આરોપીએ 10% જેટલો વ્યાજ વસૂલ્યો હતો. ઉપરાંત આરોપીથી કંટાળેલા ફરિયાદીએ આખરે વાહનો પણ ગીરવે રાખ્યા હતા અને રૂપિયા ૩ લાખ લીધા હતા.જાણવા મળી રહ્યું છે કે, ઉછીના લીધેલા  કુલ 5.60 લાખ મુળ અને તેના વ્યાજની ચુકવણી કરી દેવામાં આવેલ હોવા છતાં આરોપીએ દાગીના અને વાહનો પરત આપ્યા ન હતા.આખરે આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.