દહેગામથી નરોડા હાઈવે પર સર્જાયેલ અકસ્માતમાં પિતા પુત્રના કમકમાટી ભર્યા મોત
દહેગામથી નરોડા હાઈવે પર સર્જાયેલ અકસ્માતમાં પિતા પુત્રના મોત નિપજ્યાં હતા. આ બનાવ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ દહેગામ ખાતે આવેલ વટવા ગામમાં રહેતા આ પિતા પુત્ર ગત શનિવારે નરોડા હંસપુરા ખાતે લગ્ન પ્રસંગે ગયેલ હતા જ્યાથી પરત આવતી વેળાએ રાયપુર બ્રિજ નજીક ટ્રકના ચાલકે બાઈકને હડફેટે લેતા આ બંને નીચે પટકાયા હતા નીચે પટાકતા તેમના પર ટ્રક ફરી વળી હતી. આ બનાવમાં આ પિતા પુત્રના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.