કચ્છમાં ઠંડી વધવાની સાથે જ ચોર-ઈશમોની ટુકડી થઈ સક્રિય : મિરજાપરના એક ઘરમાંથી માત્ર એક જ કલાકના ગાળામાં 90 હજારની મત્તા પર હાથ સાફ કરી થયા ફરાર
કચ્છમાં ઠંડી વધવાની સાથે જ ચોર-ઈશમોની ટુકડી સક્રિય થતાં ચોરીના બનાવોના દિન પ્રતિદિન વધારો થઈ રહયો છે ત્યારે મિરજાપરના એક ઘરમાંથી 90 હજારની મત્તાની ચોરી થઈ હોવાનો મામલો સામે આવી રહ્યો છે ત્યારે આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે સાતથી આઠ વાગ્યાના માત્ર એક જ કલાકના ગાળામાં જ કોઇ અજાણ્યા ચોર ઈશમોએ તેમના ઘરના દરવાજાના નકૂચા તોડી દાગીના અને રોકડ સહિત અંદાજે 90 હજારની મત્તા પર હાથ સાફ કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.