ચાંદ્રાણીથી લાખાપર જતા માર્ગ પરથી એક બોલેરોમાંથી પાંચ ભેંસને મુક્ત કરાવાઈ
અંજાર ખાતે આવેલ ચાંદ્રાણીથી લાખાપર જતા માર્ગ પરથી એક બોલેરોમાંથી પાંચ ભેંસને મુક્ત કરાવ્યા સાથો સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમ ગત મોડી રાત્રે ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર ચાંદ્રાણી નજીક પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન લાખાપર બાજુથી બેલેરો ગાડી આવતાં તેને અટકાવી હતી. વાહનના ઠાંઠામાં તપાસ કરાતાં બે ભેંસ, બે બચ્ચાં તથા એક પાડો ખીચોખીચ ભરેલ જોવા મળ્યા હતા. અબોલ પશુઓના પરિવહન અંગે અધાર-પુરાવા મગાતાં તેઓ રજૂ કરી શક્યા ન હતા. પરીણામે બંને ઈશમોની અટક કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.