સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઇસ્કૂલ, નિરોણા મધ્યે કન્યાઓ માટે આત્મવિશ્વાસ અને આત્મબળ વધારનારી બીજા તબક્કાની સ્વ-રક્ષણ તાલીમ અપાઇ…
વર્તમાન સમયમાં શાળામાં અભ્યાસ કરતી તરુણ વયની વિદ્યાર્થીનીઓ કોઇપણ પ્રકારની આપત્તિ સામે રક્ષણ મેળવી શકે એ ઉમદા હેતુથી સારસ્વતમ્ સંચાલિત પી.એ.હાઇસ્કૂલ, નિરોણા મધ્યે સ્વ-રક્ષણની તાલીમ યોજવામાં આવેલ હતી. જેમા પ્રાથમિક કન્યા શાળાની SPC કેરેટ્સ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની વિદ્યાર્થીનીઓ માટે રાઇફલ તેમજ આર્ચરીની ખાસ તાલીમ યોજવામાં આવેલ હતી. હાલના સમયમાં તરુણ વયની દિકરીઓ સાથે અત્યાચાર તેમજ શારીરિક કે માનસિક શોષણ જેવી અનેક દુર્ઘટનાઓ રોજીંદી બનતી જોવા મળે છે. આ પ્રકારની દુર્ઘટનાઓ અટકાવવા માટે સ્વ રક્ષણ તાલીમ ખૂબ જરુરી છે. તરુણ વયની વિદ્યાર્થીનીઓ શાંતિપૂર્વક અભ્યાસ કરી શકે અને સલામત રીતે જીવન જીવી શકે તે હેતુથી સારસ્વતમ્ સંચાલિત પી.એ.હાઇસ્કૂલ મધ્યે સંસ્કાર ફાઉન્ડેશન દ્વારા હાઇસ્કૂલના પ્રાંગણમાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્વ-રક્ષણ તાલીમનું આયોજન કરવામા આવેલ હતુ. આ તકે શાળાના આચાર્ય શ્રી ડૉ વી.એમ. ચૌધરી સાહેબે મહેમાનોનુ સ્વાગત કરી, સ્વ રક્ષણ સંદર્ભે વિશેષ માર્ગદર્શન આપેલ હતુ. SPC કોમ્યુનિટી પોલીસ ઓફીસર અલ્પેશભાઇ જાનીએ આ પ્રકારની તાલીમ દિકરીઓમાં આત્મવિશ્વાસ અને હિંમત વધારનારી તથા સંકટ સમયે સાથ આપનારી સાબિત થશે તેમ જણાવેલ હતુ. આ સ્વ રક્ષણની તાલીમ કોચ પૂનમબેન તેમજ પ્રશાંતભાઇ દ્વારા આપવામાં આવેલ હતી. કોચ પ્રશાંતભાઇએ વિદ્યાર્થીનીઓને આત્મરક્ષાની વિશેષ તકનિકો શિખવેલ હતી. વળી, તરુણ વયની દિકરીઓને શારીરિક, માનસિક સ્વ રક્ષણની સાથે સાથે સોશિયલ મિડીઆના ઉપયોગમાં પણ કઇ રીતે સાવચેત રહેવુ એ પણ જણાવવામાં આવેલ હતી. નિરોણા કન્યા શાળા SPC ની ૨૨ કેડેટ્સ તેમજ હાઇસ્કૂલની ધો. ૯ થી ૧૨ ની આશરે ૬૦ જેટલી દિકરીઓ સ્વ-રક્ષણની તાલીમની સાથે સાથે રાઇફલ અને આર્ચરીની તાલીમ લઈ આત્મબળની સાથે આત્મવિશ્વાસ કેળવ્યો હતો. આ તાલીમને સફળ બનાવવા માટે કન્યા પ્રાથમિક શાળાના સી.પી.ઓ જ્યોત્સનાબેન તેમજ હાઇસ્કૂલના તમામ શિક્ષકોએ જહેમત ઉઠાવેલ હતી.