આરટીઓ સર્કલ પાસેથી દારુ ભરેલ કાર સાથે એક શખ્સને ઝડપી પાડતો એલસીબી ટીમ
copy image

પશ્ચિમ કચ્છની એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમણે ખાનગી રાહે બાતમી મળેલ બાતમી મળી હતી કે, પ્રદીપસિંહ ઉર્ફે પદુભા પ્રવીણસિંહ રાણા નામનો શખ્સ તેના કબ્જાની સ્વિફ્ટ કારમાં શરાબનો જથ્થો ભરી રિલાયન્સ સર્કલથી માધાપર તરફ આવી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને આરટીઓ સર્કલ નજીકથી આ કારચાલકને ઝડપી પાડેલ હતો. જાણવા મળી રહ્યું છે કે, આ કારમાંથી જુદા જુદા બ્રાન્ડની શરાબની 96 બોટલ કિં. રૂા. 70,944નો દારૂ પોલીસે કબ્જે કર્યો હતો. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન દારૂ સહિત કાર કિં. રૂા. પાંચ લાખ અને એક મોબાઇલ કિં. રૂા. 5000નો મુદ્દામાલ હસ્તગત કરી આરોપી ઈશમની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.