વરસામેડીની સીમમાંથી છકડામાંથી 3.64 લાખનો શરાબ ઝડપાયો : આરોપી ફરાર

copy image

copy image

   અંજાર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને મળેલ પૂર્વ બાતમીના આધારે વરસામેડીના સીમ વિસ્તારમાં આવેલ નીલકંઠ હોમ્સ સોસાયટી નજીક વોચ ગોઠવી હતી. તે સમયે શાંતિધામ ચાર રસ્તા બાજુથી બાતમીવાળો છકડો આવતા પોલીસે તેને અટકાવવાની કોશિશ કરતાં છકડાના ચાલકે તેનું વાહન આગળ  હંકારી દઈ અને આગળ જઈ સાઈડમાં છકડો ઊભો રાખી બાવળોમાં નાસી છૂટ્યો હતો. પોલીસે આ છકડાની તલાશી લેતા તેમાંથી ઓલ્ડ મંક 375ના 456 ક્વાર્ટરિયા, ગ્રીન લેબલ 750 મિ.લિ.ની 108 બોટલ, ગ્રીન લેબલ 375ના 192 ક્વાર્ટરિયા, 8 પી.એમ. 750 મિ.લિ.ની 168 બોટલ, કિંગફિશરના 336 ટીન એમ કુલ રૂા. 3,64,908નો શરાબનો જથ્થો નીકળી પડ્યો હતો. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી નાસી છૂટેલ આરોપી ઈશમને ઝડપી પાડવા આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.