મોરબીમાં ટ્રકના ચાલકે ત્રિપલ સવારી બાઈકને હડફેટે લેતા ચાલકનું મોત : બાઈકમાં સવાર માતા-પુત્રી ઘાયલ

copy image

copy image

મોરબી ખાતે આવેલ  લક્ષ્મીનગર ગામના સીમ વિસ્તારમાં રવિરાજ ચોકડી નજીક ટ્રકના ચાલકે ત્રિપલ સવારી બાઈકને હડફેટે લેતા ચાલકનું મોત નીપજ્યું હતું તેમજ બાઈકમાં સવાર માતા-પુત્રીને ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ લક્ષ્મીનગર ગામના સીમમાં રવિરાજ ચોકડી નજીક પુરપાટ આવતા ટ્રક ચાલકે બાઈકને ખાલી સાઈડથી હડફેટમાં લેતા બાઈક પર સવાર નંદલાભાઈ ઉર્ફે શિવરામભાઈ નાનસિંહ વાસ્કલે, તેના પત્ની બુધિબાઈ અને દીકરી રીન્કુ રોડ પર પટકાયા હતા. આ બનાવમાં બાઈક ચાલકનું મોત નીપજયું હતું. તેમજ માતા-પુત્રી ઘાયલ થતાં તેમણે સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા.  આ બનાવ અંગે ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.