ગાંધીધામના ઓસ્લો ઓવરબ્રિજ પર લગાવવામાં આવેલ જાહેરાતનાં બોર્ડની તસ્કરી થતાં ફરિયાદ નોંધાઈ
ગાંધીધામના ઓસ્લો ઓવરબ્રિજ પર લગાવવામાં આવેલ જાહેરાતનાં બોર્ડની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. ચોર ઈશમોએ ગત 29 ઓકટોબરમાં આ ચોરીના બનાવને અંજામ આપ્યો હોવાનું સામે આવી રહ્યું છે. આ મામલે મળતી વિગતો મુજબ નવા બનેલા ઓસ્લો ઓવરબ્રિજ પર ભાસ્કર સોલ્ટ એકસપોના 80 ફલેકસ બેનર થાંભલા ઉપર લગાવવામાં આવેલ હતાં. 44 હજારની કિંમતના આ 80 ફલેકસ બેનર આરોપીની ગાડીમાંથી મળી આવેલ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારે આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે નોંધાવેલ ફરિયાદ અનુસાર આગળની વધુ તપાસ આરંભી છે.