ચેકિંગ અર્થે આવેલી ટીમને ગામમાં પ્રવેશવા જ ન દીધા
અંજાર ખાતે આવેલ ભુવડ, ચાંદ્રોડા ગામ તથા આજુબાજુના લોકોએ આડશો મૂકી વડોદરાથી ચેકિંગ અર્થે આવેલી ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડની ટુકડીને ગામમાં રોકી હતી.ત્યારે આ મામલે સૂત્રો જણાવી રહયા છે કે ગત મંગળવારે વડોદરાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ ચેકિંગ દરમ્યાન ભુવડ અને ચાંદ્રોડા ગામ ટુકડી ધસી ગઇ હતી, પરંતુ આ ગામના લોકોએ ગામના માર્ગો પર મોટા ભારેખમ વાહનો અને કયાંક પૂરના ઢગલા કરી ગામમાં પ્રવેશવા જ ન દીધેલ હોવાનો મામલો સામે આવી રહ્યો છે. ત્યારે વધુમાં સૂત્રોનું કહેવું છે કે આ ગામના લોકો રસ્તા પર આવી ગયા હતા. ટુકડીની સાથે આવેલી પોલીસ દ્વારા પણ કોઇ કાર્યવાહી ન કરવામાં આવતા રહેતાં અધિકારીઓને ચેકિંગ વગર પાછા વળવું પડ્યું હતું.