ગાંધીધામ ખાતે આવેલ કિડાણામાં જૂના ઝગડા મામલે બે પરિવાર વચ્ચે મારામારી સામસામા પક્ષે અગિયાર વિરુદ્ધ ફરિયાદ

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ કિડાણામાં જૂના ઝગડા મામલે બે પરિવાર વચ્ચે મારામારી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. ત્યારે આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવમાં બન્ને પક્ષે 11 જણ વિરુદ્ધ સામસામી ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. મહેશ્વરી નગરમાં મારામારીનો બનાવ ગત સોમવારે રાતના  સમયે બન્યો હતો.  ફરિયાદી અલ્પેશ અશોક મહેશ્વરી બાઈક પર જઈ  રહ્યો હતો. તે સમયે આરોપી શખ્સોએ તેના પર ધોકા,  ધારિયા વડે હુમલો કરી ઉપરાંત છુટ્ટા  પથ્થરના ઘા  કર્યા હતા. આ  હુમલામાં યુવાનને માથાંમાં  ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. જાણવા મળી રહ્યું છે કે સામે પક્ષે નીતિન વિનોદ મહેશ્વરીએ ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવેલ છે.  જે અનુસાર આરોપીઓએ ફરિયાદી નીતિનને ધકબુશટનો માર મારી કપાળના ભાગે છરી મારી હતી તેમજ ફરિયાદીના દાદીને છુટ્ટા પથ્થરના ઘા માર્યા હોવાનું જણાવાયું છે. પોલીસે આ મામલે સામસામા પક્ષે  ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.