છેલ્લા દોઢ વર્ષથી દારૂના ગુનામાં ફરાર આરોપી શખ્સને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે દબોચ્યો
છેલ્લા દોઢ વર્ષથી દારૂના ગુનામાં ફરાર આરોપી શખ્સને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી પાડેલ છે. ત્યારે આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસ મથકે નોંધાયેલ દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપી ઈશમ નાસતો ફરતો હતો. ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપી ઈશમને ઝડપી પાડવા અંગે એલ સી બી ટીમ આરોપીની વોચ તપાસમાં હતી. તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ કે, વિછીયા પોલીસ મથકે નોંધાયેલ દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઈશમ મહારાષ્ટ્રના કરાડ ખાતે હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પરથી આરોપી ઈશમને ઝડપી લઈ આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.