ધોરાજીમાં 14 વર્ષની સગીરા પર બળાત્કાર કરી સાત માસનો ગર્ભ રાખી દેવાના ગુનામાં આરોપી શખ્સ નિર્દોષ જાહેર
ધોરાજીમાં 14 વર્ષની સગીરા પર બળાત્કાર કરી સાત માસનો ગર્ભ રાખી દેવાના ગુનામાં આરોપી શખ્સને નિર્દોષ છોડી મૂકતો આદેશ કોર્ટે જાહેર કરી દીધો છે. આ બનાવ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ધોરાજી ખાતે આવેલ પાટણવાવ પોલીસ સ્ટેશનમાં સને 2022માં 14 વર્ષની સગીરાને આરોપી ઈશમે પોતાના શાકભાજીના ડેલે પોતાના વ્હાલા વ્યકિતના સમ આપી મળવા બોલાવી સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. બાદમાં આ સગીરાને સાત માસ બાદ સગીરાને ગર્ભ રહી જતા સગીરાની મેડીકલ તપાસણી કરતા 14 વર્ષની સગીરા ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. તબીબોની સલાહ મુજબ ગર્ભપાત થઈ શકે તેમ ન હોવાથી આ સગીરાને નવ માસે બાળકનો જન્મ થયેલ હતો. આ ગુના કામેના આરોપી ઈશમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા કોર્ટમાં કેસ ચાલી ગયેલ હતો. જ્યાં ફરીયાદ પક્ષ પોતાનો કેસ નિશંક પણે સાબીત કરવામાં નિષ્ફળ નિવડેલ હોવાનું માની આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ કોર્ટે જાહેર કરેલ છે.