અમદાવાદ શહેર નજીક વેરહાઉસમાં આગા ભભૂકી ઉઠતાં ભારે ધોડદામ મચી

copy image

copy image

અમદાવાદ શહેર નજીક વેરહાઉસમાં આગા ભભૂકી ઉઠતાં ભારે ધોડદામ મચી જવા પામી હતી. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અમદાવાદ શહેર નજીક આવેલા બાકરોલ વિસ્તારમાં સ્ટ્રીટ શ્યામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલા એક વેરહાઉસમાં ગત મંગળવારે આગનો આ બનાવ બન્યો હતો. બનાવ અંગે જાણ થતાં અમદાવાદ અને ગાંધીનગર ફાયરબ્રિગેડની ટીમો 25 જેટલા વાહનો સાથે ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.  સૂત્રો જણાવી રહ્યા છે કે આ વેરહાઉસમાં પેકેજિંગ મટિરિયલના પેપર બેઝ રો મટિરિયલ્સમાં આકસ્મિક રીતે આગ ભભૂકી ઉઠી હતી. સાવચેતીના ભાગરૂપે ફાયર વિભાગે આસપાસઅં બીજા વેરહાઉસને તથા અન્ય એકમોને ખાલી કરાવી દીધા હતા. જાણવા મળી રહ્યું છે કે આ વેરહાઉસમાં પેપર બેઝ રો-મટિરિયલ હોવાથી આગે ટૂંક સમયમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.   આગ વિકરાળ બનતાં અમદાવાદ અને ગાંધીનગરના 25 જેટલા ફાયર ફાઈટર મોકલવામાં આવ્યા હતા. ફાયરની ટીમે સતત પાણીનો મારો ચલાવી આ આગ પર કાબો મેળવ્યો હતો.