અમદાવાદમાંથી પીકઅપ ડાલામાં સ્વાઈપ ચોરખાનામાંથી દારૂની બોટલો સાથે બે શખ્સો દબોચાયા

copy image

અમદાવાદમાંથી પીકઅપ ડાલામાં સ્વાઈપ ચોરખાનામાં એક એક મોજામાં વિંટાળેલી દારૂની બોટલો ઝડપાઈ છે. આ મામલે સૂત્રો માહિતીગાર રહ્યા છે તે મુજબ અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલરૂમમાં કોઈ વ્યક્તિએ ફોન દ્વારા રાજકોટથી ચોરી થયેલી ગાડી બોડકદેવ ગાર્ડન નજીક હોવાની જાણકારી આપી હતી. મળેલ બાતમીના આધારે પોલીસ તાત્કાલિક બાતમી હકીકત વાળા સ્થળ પર પહોંચી હતી. પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી દારૂની બોટલ નીકળી પડી હતી. આ ગાડીની વધુ તપાસ કરતાં તપાસ દરમ્યાન ગાડીમાંથી દારૂની બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ ગાડીમાંથી દારૂનો જથ્થો મળી આવતા ગાડી લેવા આવનારની વોચમાં પોલીસ દોઢ કલાક સુધી બેઠી હતી. બાદમાં કોઈ    બે શખ્સો આવ્યા હતા, જેમાંથી એક શખ્સ ગાડીમાં જ્યારે બીજો શખ્સ બાજુમાં પડેલા પીકઅપ ડાલામાં બેસવા જઈ રહ્યો હતો ત્યારે પોલીસે આ બંને  શખ્સોને દબોચી લીધા હતા. આરોપી શખ્સોએ પીકઅપ ડાલામાં હાઇડ્રોલીક ચોરખાનું બનાવીને દારૂની બોટલો ફુટે નહિ તે માટે મોજાની અંદર એક એક દારૂની બોટલ એવી રીતે બોટલો સંતાડીને રાખેલ હતી. પોલીસે આ બંને શખ્સોની અટક કરી 349 બોટલ દારૂ અને 48 બિયરના ટીન તથા વાહનો મળીને કુલ 17.57 લાખનો મુદ્દામાલ હસ્તગત કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.