ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે સત્સંગીભૂષણ પંચાહ્રપારાયણ જ્ઞાનયજ્ઞ કથા નો પ્રારંભ

ભુજ તા. ૧૧ : ભુજ સ્વામિનારાયણ નૂતન મંદિર ખાતે આજ થી સત્સંગીભૂષણ પંચાહ્રપારાયણ જ્ઞાનયજ્ઞ કથાનો પ્રારંભ આજરોજ મોક્ષદા એકાદશી થયો છે
મંદિર ના પ્રાંગણ માં
પોથીયાત્રા સાથે સંતો અને યજમાન પરિવારના સભ્યોએ પોથી ને ગ્રહણ કરી વાજતે ગાજતે સભા મંડપ માં વ્યાસપીઠ પર સ્થાપિત કરવામાં આવેલ.

કથાનું દીપ પ્રાગટ્ય ભુજ મંદિર ના મહંત શ્રી. ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી શ્રી ભગવદ્જીવનદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, સ.ગુ.સંતો શ્રી, દેવકૃષણદાસજી, શ્રીહરિદાસજી, શ્રી.જગતપાવનદાસજી, શ્રી.બાલકૃષ્ણ દાસજી, શ્રી. રામસ્વરૂપદાસજી આદી સંતો, મુખ્ય યજમાન ભીમજીભાઈ હરજી ભુડીયા, અને ભુજ બહેનોના મંદિરનાં મહંત સાં.યો. સામબાઈ ફઈ
આદી યજમાન પરીવારઓના વરદહસ્તે કરવામાં આવ્યું હતું..

આ પ્રસંગે પૂજય મહંત શ્રી.ધર્મનંદનદાસજી એ જણાવ્યું હતું કે, મનુષ્ય જીવન માં કથા શ્રવણ એજ ભગવદ્ ધામ નો સાચો માર્ગ છે જેને શ્રવણ કરવાથી ભગવાન ના સ્વરૂપ નું સુખ જીવાત્માને પ્રાપ્ત થાય છે

તા. ૧૧ થી ૧૫/ ૧૨ પાંચ દિવસ ચાલનારી આ કથામાં જુદા જુદા ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવશે જેમાં તા.૧૧ ના ઘનશ્યામ જન્મોત્સવ, તા.૧૨ પટ્ટાભિષેક, તા.૧૩
પુષ્પદોલોત્સવ, તા. ૧૪ ના સવારે પ્રસાદી મંદીરે થી શોભા યાત્રા, સાંજે અન્નકૂટોત્સવ, વિગેરે કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે, વિશેષ માહિતી આપતાં ભુજ મંદિર ના કાર્યવાહક વહીવટી સંત શ્રી, દેવપ્રકાશદાસજી જણાવ્યું હતું કે, આ મહોત્સવ દરમ્યાન શોભાયાત્રા માં કાળુપુર મંદિર ના પીઠાધિપતી આચાર્ય શ્રી કૌશેલેન્દ્રપ્રસાદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહેશે. કથા ના વક્તા મહોદય તરીકે વ્યાસપીઠ પર
શાસ્ત્રી સ્વામી નારાયણમુનિદાસજી,
શ્રી.ગોલોકવિહારીદાસજી,
શ્રીરંગદાસજી રહેશે ,જ્યારે સંગીત ના સુરો સાથે સંગીતકાર સ્વામી શ્રીજીનંદનદાસજી અને વાસુદેવપ્રિય સંગત આપશે, સભા નું સંચાલન શા. સ્વામી કૃષ્ણવિહારીદાસજી કરી રહ્યા છે જ્યારે વ્યવસ્થાપક અને કાર્યવાહક સમિતિ ના કોઠારી સ્વામી શ્રી શાંતિસ્વરૂપદાસજી, પાર્ષદ ખીમજી ભગત મંદિર ના મુખ્ય કોઠારી શ્રી મુરજીભાઈ શિયાણી, ઉપ કોઠારી શ્રી. જાદવજીભાઈ ગોરસીયા, સલાહકાર સમિતિ ના શ્રી.રામજીભાઈ વેકરીયા, ટ્રસ્ટીઓના માર્ગદર્શન હેઠળ પાંચ દિવસ ચાલનાર આ મહા કથા મહોત્સવ પ્રસંગે સર્વે હરિભક્તો લાભ જાહેર આમંત્રણ છે કથા નો સમય સવારે : ૮:૩૦ થી ૧૧:૦૦ સાંજે : ૩:૩૦ થી ૬:૦૦ રહેશે. તા. ૧૫ રવિવાર ના રોજ કથાને વિરામ આપવામાં આવશે..