“સગીર ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચરી નાસી જનાર આરોપીને ગણતરીના દિવસોમાં પકડી પાડતી પ્રાગપર પોલીસ”

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.જે.ક્રિશ્ચિયન સાહેબ ભુજ વિભાગ-ભુજ નાઓએ પશ્ચિમ કચ્છ જીલ્લામાં શરીર સબંધી ગુનાઓના આરોપીઓને સત્વરે શોધી કાઢવા માટે સુચના કરેલ હોય.

જે અનુંસધાને પ્રાગપર પોલીસ સ્ટેશન પાર્ટ એ. ગુ.ર.નં.૧૧૨૦૫૦૪૭૨૪ ૦૬૦૯/૨૪ ભારતીય ન્યાય સંહિતા કલમ.૬૪(૨)આઇ,૬૪(૨)એમ,૩૫૧(૩) તથા પોક્સો એક્ટની કલમ ૩(એ), ૪,૫(એલ),૬ મુજબનો ગુનો તા.૦૯/૧૨/૨૦૨૪ના રોજ દાખલ થયેલ હોય, જે ગુનાના આરોપીએ સગીર વયની ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચરી ભોગ બનનારને ધાક ધમકી કરી હેરાન પરેશાન કરેલ હોય જે આરોપી ગુનો આચરી નાસી ગયેલ હોય જે ગુનાની તપાસ પ્રાગપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.એસ.ત્રિવેદીનાઓ ચલાવી રહેલ હોય તપાસ દરમ્યાન હ્યુમન રીસોર્સ તથા ટેક્નીકલ ઇન્વેસ્ટીગેશન આધારે સદર ગુના કામે નાસી ગયેલ આરોપીને લફરા સીમ વિસ્તારમાંથી પકડી પાડી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

  • અટક કરેલ આરોપીઓના નામ:-

(૧) ભરતસિંહ ઉર્ફ ભરત ભીખુભા જાડેજા ઉ.વ.૩૫ રહે.લફરા, તા.મુંદરા

  • આ કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઓ :-

આ સરાહનીય કામગીરીમાં પ્રાગપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરશ્રી એચ.એસ.ત્રિવેદી તથા એ.એસ.આઇ. રવજીભાઇ ગોવિંદભાઇ તથા પો.હેડ કોન્સ. દિપેશપુરી હરેશપુરી તથા ઈશ્વરભાઇ ચમનાજી તથા પો.કોન્સ. અશોકકુમાર અમીરામભાઇ તથા મહેશકુમાર બાબુજી એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાયેલ હતા.