મુંદ્રા ખાતે આવેલ નવીનાળના 40 વર્ષીય આધેડનું વીજ શોક લાગતાં મોત
copy image

મુંદ્રા ખાતે આવેલ નવીનાળ રહેતા 40 વર્ષીય આધેડને વીજ કરંટ લાગતાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજયું છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ આધેડ ગત તા. 16/10ના નાના કપાયામાં લાઇટનું કામ કરી રહ્યા હતા તે દરમ્યાન વીજ શોર્ટ સર્કિટ થકી તે ગંભીર રીતે ઘાયલ હતા. ગંભીર રીતે ઘાલ થયેલ આ આધેડને સૌ પ્રથમ સારવાર મુંદ્રા ત્યારબાદ ભુજ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવામાં આવેલ હતા જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું.