માંડવી તાલુકાના વાંઢથી શેરડી વચ્ચે રોયલ્ટી કે પાસ પરમિટ વગર ગેરકાયદેસર રીતે બોક્સાઇટ ભરેલી ટ્રક ઝડપી પાડતી એલસીબી ટીમ
માંડવી તાલુકાના વાંઢથી શેરડી વચ્ચે રોયલ્ટી કે પાસ પરમિટ વગર ગેરકાયદેસર રીતે બોક્સાઇટ ભરેલી ટ્રકને ઝડપી પાડવામાં આવેલ છે. ત્યારે આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન વાંઢથી શેરડી ગામ તરફ જતા માર્ગ પર એક શંકાસ્પદ ટ્રક તપાસતાં તેમાં બોક્સાઇટ હતું. આ અંગે ડમ્પર ચાલક પાસે રોયલ્ટી કે પાસ પરમિટ માગણી કરવામાં આવતા તે રજૂ કરી શક્યો ન હતો. પરીણામે 29 ટન જેટલું બોક્સાઇટ (ખનિજ) ભરેલ આ વાહન કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી કરવા ગઢશીશા પોલીસને સુપરત કરવામાં આવેલ છે.