સુંદરપુરી વિસ્તારમાંથી 1.26 લાખનો દારૂ ઝડપાયો : આરોપી ફરાર

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ સુંદરપુરી વિસ્તારમાંથી પોલીસે  1.26 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પરંતુ આ ગુના કામેના આરોપી ઈશમો પોલીસની પકડથી દૂર હતા. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામ ખાતે આવેલ જુની સુંદરપુરી અંબે માતાના મંદિર નજીક આવેલી એક ઓરડીમાં પોલીસે રેઈડ પાડી કાર્યવાહી હાથ ધરી હતી આ ઓરડીમાં આરોપી ઈશમોએ દારૂનો જથ્થો ઊતારેલ હતો અને બંને શખ્સો નંબર વગરની મોપેડ લઇને ઓરડી બહાર દારૂને સગેવગે કરવાની તૈયારીમાં હતા. તે સમયે    અચાનક ત્રાટકેલી પોલીસની  ટીમે તમામ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો પરંતુ આરોપી શખ્સો  નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન   પોલીસે કુલ રૂા. 1,26,024નો શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો.પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી  આરોપી ઈશમોને ઝડપી પાડવા માટે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.