રાજકોટ મહાનગરપાલિકાના સબ રજિસ્ટ્રાર કચેરીમાં ખોટા દસ્તાવેજ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
રાજકોટ મહાનગરપાલિકાના ઝોન-1ની સબ રજિસ્ટ્રાર કચેરીમાં ખોટા દસ્તાવેજ બનાવવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ કાંડમાં ત્રણ આરોપીઓ ઈશમોએ ઝોન-1ની સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઉપલબ્ધ મિલકત સંબંધી જુના દસ્તાવેજોની સ્કેન કોપી સાથે ચેડાં કરીને, સાથે ફિઝિકલ રેકોર્ડનો નાશ કરીને તેની જગ્યાએ ઉભા કરેલા ખોટા દસ્તાવેજો અપલોડ કર્યા હતા.સૂત્રો જણાવી રહ્યા છે કે આમ અસલ દસ્તાવેજોની જગ્યાએ ખોટા દસ્તાવેજો ઉભા કરીને આર્થિક લાભ ઉઠાવ્યો હતો. આ સમગ્ર કૌભાંડમાં પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં 3 આરોપી ઈશમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધાવવામાં આવ્યા બાદ ઝોન-1ની સબ રજિસ્ટ્રાર કચેરીના કમ્પ્યુટર ઓપરેટરના સુપરવાઈઝરની ધરપકડ કરવામાં આવી છે.જાણવા મળી રહ્યું છે કે અન્ય આરોપી શખ્સોની ધરપકડ કરવા માટે પોલીસે આગળની વધુ કાર્યવાહી આરંભી છે. વધુમાં સૂત્રો જણાવી રહયા છે કે આ કૌભાંડ પોલીસ તપાસ દરમ્યાન હાલ સુધીમાં 17 દસ્તાવેજો સાથે ચેડા કર્યા હોવાનું સપાટી પર આવ્યું છે.