આદિપુરમાં 80 વર્ષીય વૃદ્ધાએ ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કર્યો
આદિપુરમાં 80 વર્ષીય વૃદ્ધાએ ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આદિપુરના વોર્ડ-6-એ મકાન નંબર 256માં રહેનાર જૈફ વયના છાંગબાઇ પોતાના ઘરે હાજર હતા તે દરમ્યાન તેમને કોઈ અગમ્ય કારણોસર સીડીની ગ્રિલમાં રસ્સી બાંધી ગળેફાંસો ખાઇ મોતને ભેટો કર્યો હતો. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આદરી છે.