રાપરના આડેસર-વરણું માર્ગ પર સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 21 વર્ષીય યુવાનનું મોત
આડેસર વરણું રોડ પર કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 21 વર્ષીય યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ રાપરના આડેસર અને વરણું માર્ગ પર આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. અહી કાર અને બાઇક ભટકાતા બાઇકચાલક દશરથ આહીરને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓના પગલે આ યુવાનનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.