ગાંધીધામ બી ડીવીજન પો.સ્ટે. વિસ્તારમાંથી સોયાબીન તેલની ચોરી કરતા આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પુર્વ કચ્છ ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકથી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટડાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોઈ જેથી એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી. નાઓની આગેવાનીમાં એલ.સી.બી ટીમ ગાંધીધામ બી ડીવીજન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખાનગી બાતમી હકીકત મળેલ કે મીઠીરોહર સીમમા આવેલ રૂચીસોયા ડંપનીની બાજુમાં આવેલ બાવળની ઝાડીઓમાં કેટલાક અજાણીયા ઈસમો દ્રારા પોતાના આર્થિક ફાયદા સારૂ હાઈ-વે પર પસાર થતા ટ્રક ડ્રાઈવરોને પૈસા આપી સોયાબીન તેલની ચોરી કરી કરાવી એક સફેદ કલરની અલ્ટો કારમાં રાખેલ કેરબાઓમાં ભરવામાં આવી રહ્યું છે જે સચોટ બાતમી આધારે એલ.સી.બી.ની ટીમ દ્વારા જરૂરી વર્ડઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ રેઈડ કરતા નીચે જણાવેલ આરોપીઓને ડારમાં સોયાબીન તેલના ભરેલ જથ્થા સાથે પકડી પાડવામાં આવેલ અને તેઓને આ જથ્થા બાબતે પૂછપરછ કરતા આ જથ્થો હાઇવે ઉપરથી પસાર થતા અલગ-અલગ ટેન્ડર ચાલકો સાથે મળી પૈસાની લાલચ આપી ચોરી કરેલ હોવાની કબૂલાત આપતા એલસીબી દ્રારા થી સરકાર તરફે ચોરીની ફરીયાદ આપી ગાંધીધામ બી ડીવી. પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલ છે અને આગળની કાર્યવાહી માટે ગાંધીધામ બી ડીવી.પો.સ્ટે ને સોંપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીનું નામ –

(૧) મુકેશ કાનજીભાઈ મારાજ ઉવ-૨૬ રહે-લીલાશાકુટિયા,આદિપુર.મૂળ-ભીમાસર તા-સપર

(૨) રાજેશ રામવીર રાજપૂત ઉવ-૨૫ રહે-કાર્ગો-ઝુંપડા, ગાંધીધામ.મૂળ રહે-મહેદીપોર થાના/એલાઉ,જી-મૈનપુરી ઉત્તરપ્રદેશ.

પકડવાના બાડી આરોપીનું નામ –

  • પંકજ નટુભાઈ ઠકકર રહે-સંઘવી સોસાયટી વર્ષામેડી સર્ડલ તા-અંજાર

गुनो विगत-

-ગાંધીધામ બી ડીવીજન પો.સ્ટે.ગુ.૨.નં-૧૬૭૧/૨૦૨૪ ગુનો બી.એન.એસ.

કલમ-૩૦૩(૨),૬૧(૨),૫૪ મુજબ

મુદામાલની વિગત –

કાચુ સોયાબીન તેલ લીટર-૩૮૫ કિ.રૂ. ૩૪,૬૫૦/-

સફેદ કલરની અલ્ટો કાર કિ.રૂ.૨,૦૦,000/-

મોબાઈલ ફોન નંગ-૨ કિ.રૂ.૨૦,૦૦૦/-

ડુલે કિ.રૂ. ૨,૫૪,૬૫૦/-

આ કામગીરી લોકલ કાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.