રપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂ.૧,૧૬,૨૦૫/-નો પ્રોહીબીશનનો કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પુર્વ –કચ્છ,ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી. ની ટીમ રાપર પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે પ્રોહી બુટલેગર અર્જુનસિંહ હેતુભા વાઘેલા રહે.ગેડી તા.રાપર વાળાએ પોતાના ભોગવટાના મકાનમાં ગે.કા.રીતે વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી રાખેલ છે.જેથી એલ.સી.બી. ની ટીમ દ્વારા જરૂરી વર્ડ આઉટ કરી ઉપરોકત જગ્યાએ રેઈડ કરી નીચે જણાવ્યા મુજબનો પ્રોહીબીશનનો મુદ્દામાલ શોધી ડાઢી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી માટે રાપર પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે.

હાજર ન મળી આવેલ આરોપીનું નામ

(૧) અર્જુનસિંહ હેતુભા વાઘેલા રહે.ગેડી તા.રાપર

દાખલ કરેલ ગુનાની વિગત-

  • રાપર પો.સ્ટે.ગુ.૨.નં-૦૪૩૮/૨૦૨૪ પ્રોહી કલમ-૬૫(એ)(ઈ),૧૧૬(બી)મુજબ

આ કામગીરી લોકલ કાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેકટર એમ.વી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.