ગાંધીધામમાં 22 વર્ષીય યુવતીનો આપઘાત

suisaid

copy image

suisaid
copy image

ગાંધીધામમાં 22 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ પોતાની જીવનલીલા ટૂંકાવી હતી. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામમા આવેલ સુંદરપુરી ધોબીઘાટ મહાકાળી મંદિરની નજીક રહેનાર 22 વર્ષીય માધુરી નામની યુવતી પોતાના ઘરે હાજર હતી તે સમયે કોઈ કારણે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સૂત્રો જણાવી રહ્યા છે કે આ યુવતીને   યુવતીને એક યુવાન સાથે પ્રેમસંબંધ હતા, પણ આ શખ્સે લગ્નની ના પાડતા યુવતીએ ગળેફાંસો ખાઇ લીધો હોવાનું સામે આવી રહ્યું છે.  આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધૂ તપાસ આદરી છે.