પ્રોહીબીશનના ગુનામાં સામેલ અને છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી મોરબી પેરોલ ફર્લો ટીમ
copy image

પ્રોહીબીશનના ગુનામાં સામેલ અને છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લોની ટીમે બનાસકાંઠા જીલ્લાના થરાદ ગામની ચોકડી નજીકથી દબોચી લીધો છે. મામલે સૂત્રો જણાવી રહ્યા છે કે, મોરબી પેરોલ ફર્લોની ટીમ પેટ્રોલીગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, એ ડીવીઝન પોલીસના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઈશમ હાલમાં બનાસકાંઠા જીલ્લાની થરાદ ચોકડી નજીક હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પરથી આરોપી ઈશમને ઝડપી કાયદેસરની કાર્યવાહી આરંભી છે.