અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પરથી ઇંગ્લીશ દારુની ભરેલ ટ્રક ઝડપાઈ : 31.27 લાખનો દારૂ કબ્જે

copy image

copy image

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પરથી ઇંગ્લીશ દારુની ભરેલ ટ્રક પોલીસે ઝડપી પાડી છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરેન્દ્રનગર એલ.સી.બી. ટીમને ખાનગી રાહે ચોકકસ બાતમી હકીકત મળેલ હતી કે,  ગેરકાયદે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ભરેલ ટ્રક  હાલમાં અમદાવાદથી રાજકોટ તરફ પસાર થવાની છે.મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર વોચ ગોઠવી અને બાતમી વાળી ટ્રક આવતા તેને અટકાવી અને તપાસ કરવામાં આવેલ હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આ ટ્રકમાંથી ગેરકાયદેસર ઇંગ્લીશ દારુની બોટલ તથા બીયર નંગ- 24,024 કિંમત રૂ. 31,27,536નો દારૂનો જથ્થો નીકળી પડ્યો હતો.પોલીસે આ કાર્યવાહી દરમ્યાન દારૂ સહિત કુલ કિ રૂ. 41,42,536ના મુદામાલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી ઈશમની અટક કરી આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીને ઝડપી પાડવા આગળની વધુ કાર્યવાહી આરંભી છે.