ટંકારા ખાતે આવેલ નેસડા(ખા) ગામમાંથી ત્રણ પત્તાપ્રેમીઓ ઝડપાયા : ત્રણ ફરાર

970736623Jugar

copy image

copy image

ટંકારા ખાતે આવેલ નેસડા(ખા) ગામના સીમ  વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબી એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન નેસડા (ખા) ગામની સીમમાં અમુક ઈશમો જાહેરમાં જુગાર રમી રહ્યા હતા. ત્યારે અચાનક પોલીસ ત્રાટકી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન રોકડ રૂપિયા ૩૭૫૦૦ સાથે ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા તેમજ વધુ ત્રણ ઈશમો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી  આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.